Friday, February 11, 2011

અમિત જેઠવાની PILનો નિકાલ

Sandesh Dt.12/02/2011


અમદાવાદતા.૧૧
કોડિનાર પંથકમાં અને ખાસ કરીને સાસણ ગીરના વિસ્તારોમાં ચાલી રહેલી ખનિજની ચોરી અને ગેરકાયદેસર ખાણકામ તરફ આંગળી ચિંધતી જાહેર હિતની અરજીનો આજે હાઈકોર્ટે નિકાલ કર્યો હતો. આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાએ આ અરજી કરી હતી અને તેના થોડા જ સમયમાં હાઈકોર્ટના મુખ્ય દ્વારની સામે જ તેની હત્યા કરવામાં આવી હતી.
જાહેર હિતની આ અરજી પરની છેલ્લી સુનવણી વખતે રાજ્ય સરકારે રાજ્યભરમાં ગેરકાયદે ખાણકામ રોકવા અને ખનિજની ચોરી થતી અટકાવવા ૧૭-૧-૧૧નો નવો પરિપત્ર બહાર પાડી નીતિ હાઈકોર્ટમાં જાહેર કરી હતી.
જેના આધારે સરકારે એવો દાવો કર્યો હતો કેહવે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લાગી ગઈ છે. રાજ્ય સરકારના આ પ્રતિભાવ અંગે આજે હાઈકોર્ટે સંતોષ વ્યક્ત કરી જાહેર હિતની આ અરજીનો કોઈપણ વધુ આદેશો આપ્યા વિના નિકાલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કેઅમિત જેઠવાએ પોતાના મૃત્યુ પહેલાં આ અરજીમાં તમામ ગેરકાયદે પ્રવૃત્તિમાં સ્થાનિક સાંસદ દીનુ બોઘાની પરોક્ષ સંડોવણી તરફ ઈશારો કર્યો હતો. જેના પગલે હાઈકોર્ટે તેમને પણ પક્ષકાર બનાવવાનો હુકમ કર્યો હતો. અલબત્તઆજે જ્યારે અમિત જેઠવાના સ્થાને અરજદાર તરીકે જોડાયેલા તેમના ભાઈના એડ્વોકેટે આ પાસાં તરફ હાઈકોર્ટનું ધ્યાન દોર્યું ત્યારે કોર્ટે આ એક રાજકીય આક્ષેપ છે અને તે અંગે કોર્ટ કોઈ જ સંદર્ભ રાખવા નથી માંગતી તેમ જણાવી આ મુદ્દો અરજીનો નિકાલ કરતી વખતે ધ્યાને લેવાનો ઈનકાર કર્યો હતો.

No comments:

Post a Comment