Monday, February 21, 2011

જેઠવાની હત્યા માટે શિવાએ શૈલેષનો સંપર્ક કરાવ્યો હતો Feb 21,2011

Sandesh Gujarati


અમદાવાદતા.૨૦
આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા મર્ડર કેસમાં ક્રાઈમ બ્રાંચે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી. એસ. ત્રિવેદીની કોર્ટમાં પુરવણી ચાર્જશીટ રજૂ કરી છે. જેમાં ઉલ્લેખ છે કેઅપહરણના ગુનામાં ફરાર શીવા પચાણે જેઠવાની હત્યા માટે શૈલેષ પંડયાનો સંપર્ક કરાવ્યો હતો. ચાર્જશીટમાં કુલ ૧૫૧ સાક્ષીના નિવેદનો લેવાયાં છે.
ક્રાઇમ બ્રાન્ચે રજૂ કરેલા ૪૦૦થી વધુ પાનાની આ પુરવણી ચાર્જશીટમાં મુખ્ય આરોપી તરીકે શાર્પશૂટર શૈલેષ પંડયાને દર્શાવ્યો છે. જેમાં જૂનાગઢના બહાદુર ધીરુભા વાઢેરપચાણ ગોપાલભાઈ ઉર્ફે શીવાભાઈ દેસાઈસંજય ચૌહાણ અને પ્રતાપ ઉર્ફે શીવા સોલંકી સામે ૩૦૨,૨૦૧૧૨૦- બી તથા આર્મ્સ એક્ટની કલમ ૨૫ (૧) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચાર્જશીટમાં જણાવ્યા મુજબ બહાદુર વાઢેર અને શીવા સોલંકી સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગીરમાં ખાણ વેચાણે લઈ ખનન કરવાનો અને ગેરકાયદે જમીનો રાખી સેલ ફોનના ટાવરો ઊભા કરવાનો ધંધો કરતા હતા. તેમના ધંધામાં આરટીઆઈની અરજીઓ દ્વારા નડતરરૃપ થતા અમિત જેઠવાના મર્ડર માટે તેમણે કાવતરુ રચ્યુ હતું. ત્યાર બાદ બંનેએ જેઠવાની હત્યા માટે પચાણ ગોપાલ ઉર્ફે શીવા દેસાઈનો સંપર્ક કર્યો હતો.
 

No comments:

Post a Comment