divyabhaskar-22/12/2010
આરટીઆઇ એકિટવિસ્ટ અમિત જેઠવાના ખૂનમાં પકડાયેલા જૂનાગઢના સાંસદ દીનુ બોધા સોલંકીના ભત્રીજા શિવા સોલંકીને સાબરમતી સેન્ટ્રલ જેલમાં સુવિધા અપાઈ રહી હોવાનો આક્ષેપ તેના પિતા ભીખાલાલ જેઠવાએ કર્યોછે અને આ અંગે તેમણે જેલના ભાઇજી પી. સી. ઠાકુર સહિત મુખ્યમંત્રી, વિરોધપક્ષના નેતાને પણ પત્ર લખીને તપાસ કરાવવા રજૂઆત કરી છે.
શિવા સોલંકી વર્તમાન ભાજપ સરકારના નાણામંત્રીના વેવાઇના પુત્ર તેમજ જૂનાગઢના ભાજપના સાંસદે દિનુ સોલંકીનો ભત્રીજો છે. કોડીનાર નગરપાલિકાનો ભાજપનો પૂર્વ સભ્ય અને પૂર્વ નગરપતિ રહી ચૂકયો હોવાથી સરકાર પોલીસ ખાતામાં અને મંત્રીઓમાં મોટી વગ ધરાવે છે. તેના સગા કાકા દીનુ સોલંકી હોવાથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોબાઇલ ફોન, લેપટોપ સહિતની સુવિધાઓ મળી રહી હોવાનું જાણવા મયું છે. સાબરમતી જેલની ઓચિંતી તપાસ કરવામાં આવે અને જે બેરેકમાં શિવા સોલંકીને રખાયો છે. મુલકાતીઓનું રજિસ્ટર તથા ગેરકાયદે શિવાને મળવા આવતા તેના મળતિયાઓ તેમજ જેલની આસપાસ લગાવેલા મોબાઇલ ટાવરની તપાસ કરવામાં આવે તો કોડીનાર, રાજકોટ, ગાંધીનગર, જૂનાગઢ, કેશોદમાં કેટલા ફોન થયા તેની માહિતી મળી
No comments:
Post a Comment