Tuesday, December 21, 2010

ગેરકાયદે માઇનિંગ મુદ્દે ખાણખનીજના અગ્રસચિવને હાઇકોટર્નું તેડું

Divyabhaskar-22/12/2010

અમદાવાદ : રાજયમાં ચાલી રહેલા ગેરકાયદે ખનીજ ઉત્ખનનના મુદ્દે ખુલાસો કરવા માટે રાજયના ખાણ અને ખનીજ વિભાગના અગ્રસચિવને ૨૧ જાન્યુઆરીએ હાજર રહેવા હાઇકોટર્ના ચીફ જસ્ટિસ એસ. જે. મુખોપાઘ્યા અને જસ્ટીસ કે. એમ. ઠાકરની ખંડપીઠે હુકમ કર્યોછે.

આરટીઆઇ એકટીવિસ્ટ અમિત જેઠવાએ કરેલી જાહેરહિતની અરજીની સુનાવણી હાઇકોટર્માં યોજાઈ હતી. જેમાં રાજય સરકારે એક સોગંદનામું કરીને ગેરકાયદે ખનીજ ઉત્ખનનના મુદ્દે સરકાર દ્વારા લેવાયેલાં પગલાંથી હાઇકોટર્ને વાકેફ કરવા પ્રયાસ કર્યોહતો, પરંતુ ચીફ જસ્ટિસે વળતો સવાલ કરતાં જણાવ્યુ ંહતું કે ગેરકાદે માઇનિંગ અટકાવવા માટે જવાબદાર અધિકારીઓ સામે સરકાર કેમ પગલાં નથી ભરતી? અથવા તો તે લોકોની જવાબદારી કેમ નક્કી કરતી નથી? આ અંગે ખુલાસો કરવા માટે ખાણ અને ખનીજ વિભાગના અગ્રસચિવે કોટર્માં હાજર રહેવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અમિત જેઠવાએ ગેરકાયદે ખનીજ ઉત્ખનન અંગે કોટર્માં જાહેર હિતની અરજી કર્યા બાદ ખાણ માફિયાઓ દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી.

No comments:

Post a Comment