Monday, July 25, 2011

માહિતી અધિકાર માગનારાઓનું ગુજરાત સરકાર ગળુ રુુંધે છે

   gujarat samachar        25/07/2011

અમદાવાદ,રવિવાર
ગુજરાતમાં માહિતી અધિકાર માટે લડતા કાર્યકરો પર થયેલા હુમલાઓને વખોડી કાઢી આવા હુમલોઓનો યોગ્ય પ્રત્યુત્તર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. માહિતી અધિકારના કાર્યકરોએ માહિતી માગનાર સાથે ગુનેગાર જેવા થતાં વર્તાવ તરીકે ગણવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર માહિતી અધિકાર માગનારઓનું ગળુ રૃંધી રહી છે.
માહિતી માગનારને ગુનેગાર ગણવામાં આવે છેઃ કાર્યકરોનો આક્રોશ
ગુજરાતભરમાંથી આવેલા આરટીઆઇ કાર્યકરોએ માહિતી અધિકાર માટે આદરેલી લડત અને તેના પરિણામે થતી હેરાનગતિ અને હુમલાઓની વ્યથા વર્ણવી હતી. બળાત્કારનો ભોગ બનેલી મહિલાએ ન્યાયતંત્ર સાથે સંકળાયેલા એક ડોક્ટર વિરુદ્ધ કરેલા આક્ષેપો અંગે માહિતી અધિકાર અન્વયે કરેલી અરજીઓનો જવાબ આપવાના સત્તાવાળોના ઇન્કાર બાબતે પોતાની વ્યથા જણાવી હતી.
ગીરમાં ખનીજ ખાણની ગેરકાયદે પ્રવૃત્તિ સામે લડનાર કાર્યકર અમિત જેઠવાની હત્યાના બનાવ અંગે અમિતના પિતા ભીખાભાઇએ આવા હુમલાઓ અંગે ઇંટનો જવાબ પથ્થરથી વાળવા આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાજકોટના ભરતભાઇ તન્ના, નડીયાદના પ્રમોદરાય ભટ્ટ, જામનગરના એડવોકેટ ગૌતમ ગોહિલ,પોરબંદરના ભગુભાઇ દેવાણી, કોડીનારના ખાન ગામના ભીખાભાઇ ગોહિલ, વલસાડના કેતન શાહ, કુતિયાણાના અસ્લમ ખોખર, જામનગરના જગજીવન વાઘેલા વગેરે કાર્યકરોએ પોતાને થયેલી હેરાનગતિઓ અને હુમલાઓની વ્યથા જણાવી હતી.
સંસ્થાના અગ્રણી મલ્લિકા સારાભાઇએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર સારા શાસનની વાતો કરે છે પરંતુ હાલમાં ઇમરજન્સી જેવી સ્થિતિ છે. માહિતી માગનારાઓનું સરકાર ગળું રૃંધે છે. ગુનેગાર હોય તે રીતે સરકાર સ્કેન કરે છે. ગુજરાતમાં કંઇપણ માહિતી માગવી એ મુશ્કેલ હોવાનું માહિતી અધિકાર માટે લડતા કાર્યકરો પરના હુમલા પ્રદર્શિત કરે છે. મુખ્યમંત્રીને લખીને જણાવ્યું છે કે તમે જે કંઇ કરો તે બાબતો વેબ સાઇટ પર મૂકો છતાં તેમ કર્યું નથી.
તેમણે કહ્યું હતું કે માહિતી અધિકાર એ મૂળભૂત અધિકાર છે અને તે ગુમાવીએ છીએ. ગુજરાતમાં ૨૫ ટકા જ લોકો બોલી શકે છે. ચોક્કસ વિભાગ માહિતી અધિકાર હેઠળ આવતો નથી તે નક્કી કરવા માટે લોકયુક્તની રચના કરવામાં આવી નથી. સંસદ સભ્યો અને ધારાસભ્યોની મિલકતોની માહિતી માગવા છતા આપવામાં આવતી નથી.
ક્રાંતિ સંસ્થાના કન્વીનર ભરતસિંહ ઝાલા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ગુજરાતમાં ૧૧ લાખ માહિતી માગવા માટે અરજીઓ થઇ છે. અંદાજે ૧૦ હજાર જેટલા માહિતી અધિકારના કાર્યકરો કામ કરે છે. છેલ્લા કેટલાક સમયથી કાર્યકરો પર હુમલા થયા છે. કાર્યકરોની સલામતી માટે નહીં પરંતુ તેઓને ક્યાં મારવા તે માટે સરકાર દ્વારા યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જેને વખોડી કાઢવામાં આવે છે.

                                

No comments:

Post a Comment