Thursday, July 21, 2011

અમિતના હત્યારાઓને સજા તે જ શ્રધ્ધાજંલિ

DivyaBhaskar
- જુનાગઢમાં અધિકાર રક્ષક સંમેલનમાં વક્તાઓનો હુંકાર

- હત્યારાઓને છાવરવા રાજકીય અગ્રણીેઓ મોખરે હોવાનો આક્ષેપ

- સાંસદ સોલંકી સહિત સામે અમિતના પિતાએ આક્રોશ વ્યક્ત કર્યો



આરટીઆઈ એક્ટીવીસ્ટ અમિત જેઠવાની પહેલી પૂણ્યતિથી નિમીતે જુનાગઢમાં આજે યોજાયેલા અધિકાર રક્ષક સંમેલનમાં અમિતના પિતા સહિત વકતાઓએ આરટીઆઈ એક્ટીવીસ્ટની હત્યા અને હુમલા જેવા બનાવમાં પુરતુ રક્ષણ ન મળતુ હોવાનું જણાવી અમિતના હત્યારાઓને સજા થશે ત્યારે જ સાચી શ્રધ્ધાજંલિ ગણાશે તેવો હુંકાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય એ છે કે, આજના આ સંમેલનમાં પણ અમિતના પિતાએ જુનાગઢના સાંસદ સહિત રાજકીય અગ્રણીઓ સામે નો આક્રોશ જાહેરમાં વ્યક્ત કર્યો હતો.

ગત ૨૦મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ગુજરાત હાઈકોર્ટ સામે જ અમિત જેઠવાની હત્યાને આજે એક વર્ષ પૂર્ણ થતાં જુનાગઢના શામળદાસ ગાંધી ટાઉન હોલમાં અધિકાર રક્ષક સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં અમિત જેઠવાના પિતા ભીખુભાઈ બાટાવાળાએ જણાવ્યું હતું કે, પિતાની ગાદી ઉપર પુત્ર બેસે અને પિતાના નામે પુત્ર ઓળખાઈ એ સ્વાભાવિક વાત છે પરંતુ અહીં આજે હું પુત્રના નામે ઓળખાઉ છું તેને હું ગર્વ રૂપ ઘટના ગણું છું. જો કે, ખાણમાફિયા સહિત સામે લડનારા મારા પુત્રના હત્યારાઓને હું છોડીસ નહીં અને જ્યારે આ હત્યારાઓને સજા થશે ત્યારે જ સાચી શ્રધ્ધાજંલિ ગણાશે.

આ તકે તેઓએ જુનાગઢના સાંસદ દિનુભાઈ સોલંકી સહિત હત્યારાઓને છાવરનારા રાજકીય અગ્રણીઓને સૂચીતાર્થ કરી કહ્યું હતું કે, અમિતની હત્યા રાજકીય ઈસારે થઈ છે અને સંડોવાયેલા કોઈપણને જેલવાસ મળશે જ તે ચોક્કસ છે. દરમિયાન આ સંમેલનમાં હાજર પોરબંદરના એડવોકેટ ભગુભાઈ દેવાણીએ પણ લોકશાહીમાં માહિતી માંગવી તે અધિકાર હોવા છતાં મારી ઉપર હુમલા થયા છે પરંતુ હું મોત થી ડરતો નથી. તેઓએ કથાકાર રમેશભાઇ ઓઝા ઉપર પણ ચાબખા વિંઝતા હરી મંદિરમાં પણ પેશકદમી થઇ હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન અમિત જેઠવા માનવ અધિકાર રક્ષક ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ આ સંમેલનમાં જલગાંવના ડૉ.રાગીબ રહેમાન, ક્રાંતિ ફાઉન્ડેશનના ભરતસિંહ ઝાલા, રાજુલાના મનિષ વૈધ્ય, અતુલભાઈ ખોખર, અતુલ સેખડા, શીવાભાઈ રામ, અરવિંદભાઈ સોની હાજર રહ્યા હતા.

momento

No comments:

Post a Comment