Wednesday, July 27, 2011

શિવા સોલંકીની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી



આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પર્યાવરણવાદી અમિત જેઠવાની હત્યાના કેસના મુખ્ય આરોપી અને ભાજપના જૂનાગઢના સાંસદ દીનુ બોઘા સોલંકીના ભત્રીજા શિવા સોલંકીની જામીન અરજી આજે હાઈકોર્ટે ફગાવી દીધી હતી.
શિવા સોલંકીની જામીન અરજીનો વિરોધ કરતાં સિનિયર એડ્વોકેટ ભરત બી. નાયકે એવી દલીલ કરી હતી કેભીખુભાઈ સોલંકી ઉપરાંત અમિત જેઠવાના પરિવારના અન્ય સભ્યોએ પણ શિવા સામે હત્યાની કોશિશની ફરિયાદો નોંધાવી હતી. આ ઉપરાંતક્રાઈમ બ્રાન્ચે જ્યારે શિવા સોલંકીના ફોન કોલ્સની ડિટેઈલ્સ કઢાવી ત્યારે તેમાં પણ અમિત જેઠવાની હત્યાની સોપારી આપવામાં શિવા સોલંકીની પ્રથમદર્શી સંડોવણી બહાર આવી છે. ચાર્જશીટ અનુસારશિવા સામે હત્યાષડયંત્ર અને પુરાવાનો નાશ કરવાના ગુના લગાવવામાં આવ્યા છે. આ સંજોગોમાં જો તેને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે આ કેસના સાક્ષીઓ અને પુરાવા સાથે છેડછાડ કરે તેવો ભય હોવાથી જામીન મળવા ન જોઈએ. જસ્ટિસ અનંત એસ.દવેએ આ દલીલો ગ્રાહ્ય રાખી શિવા સોલંકીની જામીન અરજી ફગાવી દીધી હતી.

No comments:

Post a Comment